સખી માગસરે મનમાંયે, મનોરથ મોટોરે.૨/૧૩

સખી માગસરે મનમાંયે, મનોરથ મોટોરે.
સખી જોતાં તે જોબન જાયે, દેહ છે ખોટોરે. ૧
સખી વાલા વિના જોને વાત, કો કેને કૈયેરે.
સખી દુઃખ સાલે દિન રાત, સમજિને રૈયેરે. ર
સખી અરસ પરસ એહિ સાથ, નાથ શું રેતારે.
સખી વિયોગ તણી જેહિ વાત, લેશ ન લેતાંરે. ૩
સખી હેતે ગ્રહિ હરિ હાથ, કારજ્ય કીધારે.
આજ નિષ્કુળાનંદને નાથ, સાથ ન લીધારે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી