સખી ચૈતરે ચિત ચકોર, રહ્યું નિહાળીરે, ૬/૧૩

સખી ચૈતરે ચિત ચકોર, રહ્યું નિહાળીરે,
સખી હરિ હંઇયાના કઠોર, ન જોયું વાળીરે. ૧
સખી અંતર તે અકુલાય, કાનને કાજેરે,
સખી ઘડી એક જુગ ભર જાયે, દલડું દાઝેરે. ર
સખી જે થકી ઉપન્યું દુઃખ, તે થકી ભાગેરે,
જો બીજા મલે કોટ્ય લક્ષ, ટાંકિ ન લાગેરે. ૩
વાલા અમને જાણી અનાથ, પ્રિતે શું પળજોરે,
વાલા નિષ્કુળાનંદના નાથ, વેલેરા વળજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી