સખી વૈશાખે વનવાસ, મોહને મેલ્યારે, ૭/૧૩

સખી વૈશાખે વનવાસ, મોહને મેલ્યારે,
સખી અડવો લાગે અવાસ, અમને એકીલારે. ૧
સખી ગિરધર વિન્યા જો ઘર, ખાવા ધાયેરે,
સખી સેજ સરપનું દર, કેમ સેવાયેરે. ર
સખી અંગે ધર્યે અલંકાર, દુરજય દીસેરે,
સખી કંઠે વિટંતા વિયાલ, હૈયું નવ હિંસેરે. ૩
આજ પીયુ પરને હાથ, ગાથ સાંભળજોરે,
કહું નિષ્કુળાનંદના નાથ, વેલેરા વળજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી