સખી જેઠે જો જોર કઠોર, હરિનું હઇયું રે, ૮/૧૩

સખી જેઠે જો જોર કઠોર, હરિનું હઇયું રે,
સખી જોયું નહિ અમ ઓર, આ શું જો થયુંરે. ૧
સખી વાલાને કોયે વિચાર, અમારો જો નથીરે,
સખી અમે અબળા અવતાર, કૈયે શું તે કથીરે. ર
સખી મર્મ ન જણે મહારાજ, વિસાર્યા વાલેરે,
સખી અલબેલા વિના જો આજ, કો કેમ ચાલેરે. ૩
વાલા અમને જાણી અનાથ, દુઃખડાં દળજોરે,
હવે નિષ્કુળાનંદના નાથ, વેલેરા વળજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી