સખી અષાઢે અમારું એક, દુઃખ નવ જોયુંરે, ૯/૧૩

સખી અષાઢે અમારું એક, દુઃખ નવ જોયુંરે,
સખી છાંડી ગયા જોને છેક, બરદ શું ખોયુંરે. ૧
સખી અબળાના એ આધાર, કાનજી કાવેરે,
સખી વિઠલે ન કરી વાર, અચંબો એ આવેરે. ર
સખી ધીરજ ધરીએ જો કેમ, નથી રેવાતુંરે,
સખી દુઃખ દાવાનલ જેમ, નથી સેવાતુંરે.૩
આવી હરિ ગ્રહિ હવે હાથ, અમારો લેજોરે,
કહું નિષ્કુળાનંદના નાથ, દરશન દેજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી