સખી શ્રાવણે સુખ સંસાર, લેશ નવ્ય લીધુંરે, ૧૦/૧૩

સખી શ્રાવણે સુખ સંસાર, લેશ નવ્ય લીધુંરે,
સખી સયુ ન જાયે ઘડીવાર, કાને એમ કીધું રે. ૧
વાલા આગ્યે દઇ અમરત્ય, વિખ મ આપોરે,
વાલા કુવામાં ઘાલીને વૃત, કાં હરિ કાપોરે. ર
વાલા અમ સાથે હરિ વેર, કો કેમ કીધું રે,
વાલા આરે જીવ્યાથી ઝેર, કેમ ન દીધુંરે. ૩
વાલા ઘણી થઇ છે જો વાત, અંત મ લેજોરે,
વાલા નિષ્કુળાનંદના નાથ દરશન દેજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી