વાલા ભાદરવે ભગવાન અરજય અમારીરે, ૧૧/૧૩

વાલા ભાદરવે ભગવાન અરજય અમારીરે,
વાલા કેશવ સુણજો કાન, હું દાસી તમારીરે. ૧
વાલા અબળા તણા જો આધાર, કાનજી કાવોરે,
વાલા વિઠલ અમારી વાર, કાંરે ન આવોરે. ર
વાલા મોટા ન મેલે જો મોટ, કોટ પરકારેરે,
આપે ચંદન કરતા ચોટ, વાંસ કોટારેરે. ૩
વાલા ગુણવંત ગાયે છે ગાથ, વ્યોમનો છે વેજોરે,
વાલા નિષ્કુળાનંદના નાથ, દરશન દેજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી