સખી આસુવે આનંદ કંદ, મળ્યા મોરારીરે, ૧૨/૧૩

સખી આસુવે આનંદ કંદ, મળ્યા મોરારીરે,
સખી આપવા અમને આનંદ, શામ સુખકારીરે. ૧
સખી હસીને મોહન મુખ, ભુધર ભેટ્યારે,
મારા અનેક દિવસનાં જો દુઃખ, મળતામાં મેટ્યારે. ર
સખી દાઝતું ટળીયું દેહ, શિતલ કીધારે,
સખી અમરત્યે વરસાવી મેહ, અમર કરી લીધારે. ૩
સખી શ્યામે કર્યા સનાથ, અનાથ મ કેજોરે,
હવે નિષ્કુળાનંદના નાથ, રુદિયામાં રેજોરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી