સખી પુરુષોત્તમસું પ્રીત, હેતેશું કરીયેરે, ૧૩/૧૩

સખી પુરુષોત્તમસું પ્રીત, હેતેશું કરીયેરે,
સખી તન મન ધન સમેત, ચરણે લઇ ધરીયેરે. ૧
સખી રાજી રહે જેમ રાજય, એમ અનુસરીયેરે,
સખી મન કર્મ વચને મારાજય, કે તેમ કરીયેરે. ર
સખી ધન્ય ધન્ય અમારું આજ, ભાગ્ય મેં ભાળ્યુંરે,
સખી અધમ ઓધારણ મહારાજ, બ્રદ એ પાળ્યુંરે. ૩
સખી અનાથ કીધા સનાથ, આપી આનંદરે,
સખી નિષ્કુળાનંદના નાથ, જય સહજાનંદરે. ૪

મૂળ પદ

સખી કારતક માસે કંત, શામ સધાવ્યારે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી