સવારે ઉઠીને શ્રીજી મૂર્તિ નિહાળું સુંદર રૂપ છે જો અલૌકિક રૂપાળું ૩/૪

સવારે ઉઠીને શ્રીજી મૂરતિ નિહાળું,
સુંદર રૂપ છે જો અલૌકિક રૂપાળું....૧
મુખ જોતા માણીગર દુઃખ સર્વે જાય,
જેમ જેમ નીરખું તેમ અતિ સુખ થાય...૨
વદનશશી જોતાં વાલા કમળ મેલે ગર્વ,
પીયુ તમને પ્રેમે જોતા ભાન ભૂલે સર્વ...૩
રૂડાં તારા નેણાં વાલા વેણા સુખકારી,
ગાલ લાલ જોતા વાલ ઉપજે છે ભારી...૪
હોઠ હરિ હૈયામાં ચોંટ્યાં છે તમારા,
જ્ઞાનજીવન કહે પાજો અધરરસ પ્યારા...૫

મૂળ પદ

જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી