વાલા મારી વિનતિ સાંભળજોરે, હવે મેર કરી મુને મળજો ૧/૧

વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધીરે, ઢાળ.
વાલા મારી વિનતિ સાંભળજોરે, હવે મેર કરી મુને મળજો વાલા. ટેક.
વાલા કારતકે કઉં છું તમનેરે, મેલી ગયા છો મોહનજી અમનેરે, 
મારા દલમાં લગાડી દમને.  વાલા. ૧
વાલા માગસરે મનથી ઉતારી રે, મુને મેલી ગયા છો મોરારીરે, 
મારા ગુણવંતા ગીરધારી.  વાલા. ર
વાલા પોષે જુવો પાછું વાળીરે, ઘેર આવો વાલા વનમાળીરે, 
મુને શામળા કરો સુખાળી.  વાલા ૩
વાલા મહા માસે આવ્યો વસંતરે, ઘેર આવો કોડીલા કંતરે, 
મારા ગીરધરીયા ગુણવંત.  વાલા. ૪
વાલા ફાગણે ફૂલી છે વેલીરે, જાય જુથીકા ચંપો ચમેલીરે, 
આજ આવો રહે રંગ રેલી. વાલા. પ
વાલા ચૈતરે ચંત્યા જો થાયેરે, દન ઉપર દન જો જાયેરે, 
થાય મનોરથ મન માંયે. વાલાફ. ૬
વાલા વૈશાખે વે જળ આંખ્યેરે, તેતો રોક્યા રહે કેમ રાખ્યેરે, 
મારૂં મન મલવાને ધાંખે. વાલા. ૭
વાલા જેઠે જંખે જીવ મારોરે, મારા પિઉજી ઘેર પધારોરે, 
આવો અલબેલા પાડ તમારો. વાલા. ૮
વાલા અષાઢે આવે અચંભોરે, આવો અમપર શિયો આરંભોરે, 
રાખ્યા અમને શું આપી આલંભો. વાલા. ૯
વાલા શ્રાવણે શું કૈયે અમેરે, થયા ધિંગાના સગા તમેરે, 
હવે ગરીબ દિઠાં કેમ ગમે. વાલા. ૧૦
વાલા ભાદરવે મેલો માં ભલાઇરે, મારા નાથ થાયે છે નવાઇરે, 
સુણો શામળીયા સુખ દાઇ. વાલા. ૧૧
આવો આસુવે અંતરજામીરે, હું તો કરગરી કઉં કર ભામીરે, 
વાલા નિષ્કુળાનંદના સ્વામી. વાલા. ૧ર

ઇતિ મહિના સાત પ્રકારના સંપૂર્ણ. 

મૂળ પદ

વાલા મારી વિનતિ સાંભળજોરે, હવે મેર કરી મુને મળજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી