છે એહ ખરાખરૂં ખોટું નથીરે, ૨/૪

છે એહ ખરાખરૂં ખોટું નથીરે, જરૂંર જાણી લેજો જન મન. છે.નયણે નિરખી મેં નિશ્ચે કર્યુંરે, નથી કાંઇ વાયદાના વચન. છે. ૧
ગોવરધનનંદનું ગમતું કર્યુંરે, પુરી પરવત ભાઇની આસ. છે.ભીમ ભકતનો ભય ભાંગીયોરે, અભયદાન દઇ અવીનાશ. છે. ર
એમ અલબેલે અગણીતનીરે, આસમે આવી કરીછે સાર. છે.કઇ કઇ કઇને કૈયે કયાં લગીરે, નથી થાતો તેનો નિરધાર. છે. ૩
નથી વડાઇની એ વારતારે, સાચા સાચીછે સુખરૂપ. છે.કહે નિષ્કુળાનંદ નાથનેરે, અક્ષરધામ દેવું છે અનુપ. છે. ૪ 

મૂળ પદ

અવસરે અલબેલોજી આવશેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી