આજનો સમો ઘણો સુધરી ગયોરે, મળીયા મુજને મોહન રાય ૩/૪

આજનો સમો ઘણો સુધરી ગયોરે,
મળીયા મુજને મોહન રાય.           આ.
આવી તક અનોપમ અતિ ઘણીરે,
વળી કસર ન રહી કાંઇ.                     આ. ૧
પુરુષોત્તમ પોતે પ્રભુ પ્રગટ્યારે,
અવનિ પર અલબેલો આપ.         આ.
તેસમે તન મનુષનું મુને મળ્યુંરે,
થયો તેમાં મહા પ્રભુનો મેળાપ.   આ. ર
અવસર આ સરખો આવ્યો નથીરે,
નિશ્ચે મેં તો જાણ્યું છે નિરધાર.     આ.
પલ વળી પાકી છે પૂરણ અતિરે,
મળ્યા જેમાં અક્ષરધામ આધાર. આ. ૩
ખોટ મોટી મટી ખોયા દનનીરે,
જીતના વાગ્યા જાગી ઢોલ.           આ.
નિષ્કુળાનંદ કહે નાથ મલેરે.
ભાગ્યમાં આવી ગયો બ્રહ્મમોલ.   આ. ૪

 

 

મૂળ પદ

અવસરે અલબેલોજી આવશેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી