વાલમ જોઉંછું તારી વાટડી. મોહનજી.૧/૪

રાગ ગરબી
જોને વિચારી તારા જીવમાં હો પ્રાણીયા એ ઢાળ
વાલમ જોઉંછું તારી વાટડી. મોહનજી.
આવો ઓંરા જો અલબેલરે કેસરિયા કુંવર,
મનડું ઇચ્છે છે જોવા મુખને. મો.
ચરણમાં પેરી રૂડી ચાખડી. મો. આવો મ કરો વાલા વેલરે. કે. ૧
મનોહર આવજો મલપતા. મો. લટકાળા લટકંતા લાલરે. કે.
પેરી પછેડી રૂડી ઉજડી. મો. હલાવતા હાથમાં રૂમાલરે. કે. ર
ભોજન કર્યા છે મેં તો ભાવતાં. મો. જુગતે જમીયે ઘનશ્યામ રે. કે.
નિષ્કુળાનંદના હો નાથ છો. મો. પુરો હરિ હૈયાની હામરે. કે. ૩

મૂળ પદ

વાલમ જોઉંછું તારી વાટડી. મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી