હેતે ભરી કરીયે વાતડી. જીવનજી.૨/૪

હેતે ભરી કરીયે વાતડી. જીવનજી.
સનમુખ બેસી દેવા સુખરે. સલૂણા શામ.
નયણાં ઠરે છે તમને નિરખી. જી.
સાંભળીશ સર્વે કામ તજી. જી. જેજે કેશો મનોહર મુખરે . સ. ૧
વાત તમારી સારી સાંભળી. જી. ધારી રાખીશ ઉરમાંઇરે. સ.
વાલ્યપના વેણ દેણ સુખનાં. જી. સુણે કાંસલ્ય રહે નહિ કાંઇરે. સ. ર
વાલ્યપ વાધે છે વાલા વાતથી. જી. હૈયે ઉપજાવે વળી હેતરે. સ.
નિષ્કુળાનંદના હો નાથ છો. જી. કેજો મીઠા બોલા મારા મિતરે. સ. ૩

મૂળ પદ

વાલમ જોઉંછું તારી વાટડી. મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી