ભાવ ઘણો છે મારે ભીતરે. ભૂધરજી.૩/૪

ભાવ ઘણો છે મારે ભીતરે. ભૂધરજી.
તમને મળવા તલફે છે તનરે. કોડીલા વાલા.
આવોને ભેટીયે ભરી ભાવશું. ભૂ.
હેત આવે છે અતિ હૈડે. ભૂ. આવો અંગે મળીયે મોહનરે. કો. ૧
હેતનું મળવું હરે તાપને. ભૂ. આપે વળી અંગમાં આનંદરે. કો.
હૈયું ઠરી થાયે જો હેમાદરી. ભૂ. તમને મળ્યે કરુણાકંદરે. કો. ર
ઘણી હોશ થાયે છે મારે હૈડે. ભૂ. અંગોઅંગે લેવાને આલિંગનરે. કો.
નિષ્કુળાનંદની સુણો વિનતિ. ભૂ. મળી મુને કરીયે મગનરે. કો. ૩

મૂળ પદ

વાલમ જોઉંછું તારી વાટડી. મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી