કર જોડી કરૂં છું હું વિનતી. પ્રીતમજી.૪/૪

 

કર જોડી કરૂં છું હું વિનતી. પ્રીતમજી.
સાંભળજો તમે ઘનશ્યામ રે. શામળીયા સેણ.
સાચેરા સગા છો મારા પ્રાણના. પ્રિ.
તમે આગે અમને સુખ આપીયાં. પ્રિ.
તેતો સાંભરે જીવમાં આઠું જામરે. શા.૧
સમે સમે આપ્યાં સારાં સુખને. પ્રિ.
લાડીલાજી લડાવીયા લાડરે. શા.
અણતોણ્યાં આપ્યાં સુખ આગળે. પ્રિ.
આજ એ વાતની થઇ ગઇ આડરે. શા. ર
એહ સારૂં પોકારૂં હું પેર્યે પેર્યે. પ્રિ.
સુંણી વાલા કરજો વેલી વારરે. શા
નિષ્કુળાનંદ તમે નાથછો. પ્રિ.
અલબેલા અમારા આધારરે. શા. ૩
અથ ચિંતામણી લીખ્યતે

મૂળ પદ

વાલમ જોઉંછું તારી વાટડી. મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી