કાયા તારી પ્યારી વાલા લાગે અતિ ન્યારી જોઉં જ્યારે જીવન મારા જાઉં વારી વારી ૪/૪

કાયા તારી પ્યારી વાલા લાગે અતિ ન્યારી, જોઉં જ્યારે જીવન મારા જાઉં વારી વારી...   
સુખસાગર સહજાનંદ મહા સુખકારી, વાલા મારે મંદિર આવી મળજો મોરારી...            
દીધા સુખ ટાળ્યા દુઃખ રાખ્યું માન મારૂં, વાલા મારા તારા વિના કોણ કરે સારું...         
એકદિ તો અમે હરિ કેવા દુઃખી હતા, કાપી દુઃખ વાલા તમે કર્યા મલપતા...                   
જ્ઞાનજીવન કહે હરિ તમે દયા કરી, નહિતર થાત નાથ જોયા જેવી ખરી...                  

મૂળ પદ

જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી