માનો એક શિખ મારી, રાખો રૂદામાં ધારી, ૧/૪

નરસિંહ મેતાની ચિંતામણીનો. ઢાળ.
માનો એક શિખ મારી, રાખો રૂદામાં ધારી,
સમઝે સમુ થાશે, ભ્રાંતિતો ભવની જાશે. ૧
હરિ મલવાની રીતિ, રાખી સત્સંગશું પ્રીતિ,
આદ્યથી અંત લગે, વિચારી જુવો વગે.ર
વેદનો ભેદ લઇયે, કલ્યાણ તે કેને કૈયે,
શ્રી ભગવદ ગીતા સારી, પુરાણ કહે પોકારી. ૩
સાચા સદ‌્ગુરુ વિન્યા, મરે નહિ મોહ સંન્યા,
મોહ તિયાં લોભ લાગે, લોભ તિયાં કામ જાગે. ૪
કામ તિયાં ક્રોધ કૈયે, જેહ થકી નરકે જઇયે,
માટે સંત સંગ સેવો, અંતરે ઓળખો એવો. પ
જ્યારે સદ‌્ગુરુ મલે, ત્યારે મદ મોહ ટળે,
અંતર શુદ્ધ થાશે, સંશેને શોક જાશે.૬
વિવેકની વાત સુઝે, અંતરની આગ્ય બુઝે,
એહિ તરવાની રીતિ, જનમ જાઓને જીતી. ૭
કુસંગથી કોરે રહીયે, વેતે પુરે શ્યાને વહીયે,
નિષ્કુળાનંદ વિચારી, શિખામણ કે સારી. ૮

મૂળ પદ

માનો એક શિખ મારી, રાખો રૂદામાં ધારી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી