આવીને અલબેલ રેલ્ય, રૂડી રંગની વાળીયેહો ૩/૪

 

આવીને અલબેલ રેલ્ય, રૂડી રંગની વાળીયેહો. આ.
તમને મળ્યા વિના તાપ છે તનમાં, તેતો ત્રિકમ ટાળીયેહો. આ. ૧
મેર્ય કરીને મહારાજ આજ, નેહની નજરે નિહાળીયેહો. આ. ર
તમ સાથે મારું તન મન મળીયું, રીઝી હું વાણી રસાળીયેહો. આ. ૩
નિષ્કુળાનંદના નાથજી અમસું, પ્રીત કરી તો પ્રિતે પાળીયેહો. આ. ૪

મૂળ પદ

માસુમ મુખ મહારાજ આજ, દયા કરીને દેખાવજો હો. મા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી