તારી મિટેરે મોહન મન હરિયાંરે ૧/૪

મોહન મોલ પધારો રંગભીનારે, ઢાળ.
તારી મિટેરે મોહન મન હરિયાંરે, તા.
મન હરિયાંરે જાણું જાદુ કરીયાંરે, તા. ટેક.
મિટડી તમારી વારી, કાંમણગારીરે વાલા,
નજરે ચડયા તે નવ્ય ઉગરીયારે. તા. ૧
વાંકે વદને જોઇ પ્રાણ લ્યો પરોઇરે વાલા,
નયણનાં બાણ ઘટમાં ગરિયાંરે. તા. ર
ઘાયલ થઇરે હું તો ન શકું રઇરે વાલા,
રોઇ રોઇરે આંખે આંસું ઝરિયાંરે. તા.૩
નિષ્કુળાનંદના સ્વામી, અંતરજામીરે વાલા,
તમને જોઇને મારાં નયણાં ઠરીયાંરે. તા.૪

મૂળ પદ

તારી મિટેરે મોહન મન હરિયાંરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી