હાંરે રંગભીનારે ભૂધર ભાળીરે, હું તો શામળા થઇ સુખાળી ૪/૪

હાંરે રંગભીનારે ભૂધર ભાળીરે, હું તો શામળા થઇ સુખાળી. રં.
સુખજપામી તમને જોઇ, મનડે રઇછું મોઇ. રં. ૧
શોભા તમારી સુંદર સારી, વાલમ વાઉં હું તો વારી. રં. ર
નયણે નિરખી હૈયે હરખી, વળી વળી જોયા સરખી. રં. ૩
નિષ્કુળાનંદના નાથ નિહાળી, તમશું લાગી મારે તાળી. ૪

મૂળ પદ

તારી મિટેરે મોહન મન હરિયાંરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી