મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને, તલપે છે મારું તન ૧/૪

મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને, તલપે છે મારું તન;
	રાત્રે ન આવે નિંદરા રે, દિવસે ન ભાવે અન્ન...હો બેની૦ ૧
સૂતા બેઠા જાગતા રે, ભીતરમાંયે ભજન;
	લોચન રહ્યાં લલચાઈને રે, જોવાને જીવન...હો બેની૦ ૨
ઝંખે છે મારો જીવડો રે, વાલાનું જોવા વદન;
	દીઠા વિના દાજે દલડું રે, કેમ કરી કાઢું દન...હો બેની૦ ૩
ભૂધરજીને ભેટવા રે, મનસૂબો કરે મન;
	નિષ્કુળાનંદના નાથશું રે, ક્યારે લેશું આલિંગન...હો બેની૦ ૪
 

મૂળ પદ

મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને, તલપે છે મારું તન

મળતા રાગ

ઢાળ : વાલે વજાડી છે વાંસળી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી