આંણી આંખ્યે ક્યારે આવતારે, મોહન મનડે ભાવતારે ૨/૪

 

આંણી આંખ્યે ક્યારે આવતારે, મોહન મનડે ભાવતારે,
જોશું જીવન પ્રાણ, તૈયે પૂરણ સુખ પામશુંરે,
વામશું દુઃખ મેરાણ, હો બેની આંણી.
વાલો જઇ રયા વુગળારે, મારી વ્રહના બાંણ,
ઘાયલ થઇછું ઘટમાંરે, જોને અંગ એધાંણ. હો. ર
કડવી લાગેછે કાનમાંરે, વિશ્વનીજે વાંણ,
સુતાં બેઠાં સાંભરે રે, સાંમળીયો સુજાણ. હો. ૩
જે પલ વિતે પિઉ વિન્યારે, તે પલ હોયે હેરાણ,
નિષ્કુળાનંદના નાથનીરે, રાત્ય દિન રહે તાણ. હો. ૪

મૂળ પદ

મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને, તલપે છે મારું તન

મળતા રાગ

ઢાળ : વાલે વજાડી છે વાંસળી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી