સુખદાઇ સંસારમાંરે, વાલો આવ્ય મારી વારમાંરે ૪/૪

સુખદાઇ સંસારમાંરે, વાલો આવ્ય મારી વારમાંરે,
સાચા સનેહિ છે શામ, તેહ વિન્યા ત્રિલોકમાંરે,
નથી ઠરવા ઠામ, હો બેની સુખ. ૧
દેહ સનેહિ સવારથીરે, કરે પોતાનું કામ,
અર્થ સારીલીયે આપણારે, પછે ન પૂછે નામ. હો. ર
એવાં પાપીને પરહરીરે, હાલીયે કરી હરામ,
નટવર સુંદર નાથશુંરે, રમીયે આઠું જામ. હો. ૩
સર્વે અંગે શામળોરે, પુરે હૈયાની હામ,
નિષ્કુળાનંદના નાથજીરે, સુખ તણું છે ધામ. હો. ૪

મૂળ પદ

મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને, તલપે છે મારું તન

મળતા રાગ

ઢાળ : વાલે વજાડી છે વાંસળી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી