વારણે જાઉં વારણે જાઉં વારણે જાઉં રે, વાલા તારે વારણે જાઉં રે ૧/૪

વારણે જાઉં વારણે જાઉં વારણે જાઉં રે,
	વાલા તારે વારણે જાઉં રે, મનમાં મળવા ચાઉં રે...ટેક.
આવો અલબેલા ઓરા કરું કોડ પૂરા રે,
		જીવન તમને જોઈ સુખણી થાઉં રે...વાલા૦ ૧
પ્રીતમ પ્યારા મારા સુંદર વર સારા રે,
		ત્રિકમ તમને ભેટી તાપ ગમાઉં રે...વાલા૦ ૨
રૂપ જોઈને તારું ઇચ્છે મન મારું રે,
		ભાવે હું તો જાણું ભૂધર ભેટવા ધાઉં રે...વાલા૦ ૩
નિષ્કુળાનંદના રાજ આવો ઓરા આજ રે,
		પ્યારા પાડ માની વળી ગુણલા ગાઉં રે...વાલા૦ ૪
 

મૂળ પદ

વારણે જાઉં વારણે જાઉં વારણે જાઉં રે

મળતા રાગ

ઢાળ : નેણને નેણને જોઈ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી