મુખડું જોવા મુખડું જોવા મુખડું જોવા રે, મીઠા તારું મુખડું જોવા રે ૨/૪

મુખડું જોવા મુખડું જોવા મુખડું જોવા રે,
	મીઠા તારું મુખડું જોવા રે, દાડી ગઉં આવીશ દોવા રે...ટેક.
ઊઠી હું ભરી આશે આવું તમ પાસે રે,
		વળી નહીં રહું વાલા મહી વલોવા રે...મીઠા૦ ૧
જોઉં હરિ મુખ જૈયે થાઉં સુખી તૈયે રે,
		નથી બીજો ઉપાય દુ:ખ દિલનું ખોવા રે...મીઠા૦ ૨
મનડું મોહ્યું મારું જોવા રૂપ તારું રે,
		ઠાલું કોણ આવશે હવે મુજને ઠોવા રે...મીઠા૦ ૩
નિષ્કુળાનંદના વાલા જોઉં નંદલાલા રે,
		મોહન જીવન મારું મનડું મોવા રે...મીઠા૦ ૪
 

મૂળ પદ

વારણે જાઉં વારણે જાઉં વારણે જાઉં રે

મળતા રાગ

ઢાળ : નેણને નેણને જોઈ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
3
0