હેતની વાતુ હેતની વાતુ હેતની વાતુ રે, આવી કરો હેતની વાતુ ૪/૪

હેતની વાતુ હેતની વાતુ હેતની વાતુ રે,
	આવી કરો હેતની વાતુ, મેલી હવે મનની ઘાતુ રે...ટેક.
અમને મેલી માવા થયા કેમ આવા રે,
		દાવ દીયો જાવા હવે નથી ખમાતુ રે...આવી૦ ૧
મનની આંટી મેલો ખાંત્યે આવી ખેલો રે,
		રંગભર રમિયે આવી અમશું રાતુ રે...આવી૦ ૨
મનોરથ પૂરો મારા પ્રીતમજી પ્યારા રે,
		ખાંતિલાજી પૂરીએ મારા મનની ખાંતુ રે...આવી૦ ૩
નિષ્કુળાનંદના સ્વામી અંતરજામી રે,
		વારે વારે વાલા મારા નથી કહેવાતુ રે...આવી૦ ૪
 

મૂળ પદ

વારણે જાઉં વારણે જાઉં વારણે જાઉં રે

મળતા રાગ

ઢાળ : નેણને નેણને જોઈ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી