ગોપાળસ્વામી રે, જેવુ મુજને જ્ઞાન આપો ભગવાન,૨/૪

ગોપાળસ્વામી રે, જેવું મુજને જ્ઞાન આપો ભગવાન, 

પ્રેમાનંદજી રે, જેવો મુજને પ્રેમ આપો ગુણવાન...          ૧

મુક્તાનંદજી રે, જેવી આપો સાધુતા સ્વામી સદાય, 

નિત્યાનંદજી રે, જેવો મુજને નિશ્ચય તમારો થાય...       ૨

નિષ્કુળાનંદજી રે, જેવો આપો વાલમજી વૈરાગ્ય, 

પંચવિષયના રે, સુખો મુજને લાગે બળતી આગ્ય...      ૩

અખંડાનંદના રે, જેવી આત્મનિષ્ઠા આપો સદાય, 

ગુણાતીતજી રે, જેવો બળિયો "જ્ઞાન" સદા થઇ જાય... ૪  

મૂળ પદ

ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો

મળતા રાગ

દેજો દેજો ભક્તિ મુજને ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી