રે કુંવર જસોદાજીના, કંકોળેલ કેસરના ભીનારે ૩/૪

રે કુંવર જસોદાજીના, કંકોળેલ કેસરના ભીનારે. કું.

રે માયા તારી લાગીછે મીઠા, તમ કોયે મેં ન દિઠારે. કું. ૧

રે લાગીછે લાલચ્યડી તારી, જોઇ મોઇ આંખડલી મારીરે. કું. ર

રે મનડું તો તમ સાથે માન્યું, ભાળી વાલા ભવ દુઃખ માન્યુંરે. કું.૩

રે સનેડો તો બાંધ્યો તમ સાથ, નિષ્કુળાનંદતણા નાથરે. કું. ૪

મૂળ પદ

રે આવોને વાલમજી ઓરા, કરો મારા મનોરથ પુરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી