રે આવો મંદિરિયે મારે, વાલા જાઉં વારણીયે તારે રે ૪/૪

રે આવો મંદિરીયે મારે, વાલા જાઉં વારણીયે તારે રે. આ.

રે સેજડલી સમારી સારી, રહિ છઉં હું પંથીડો નિહારીરે. આ. ૧

રે મલ પંલતા આવો મોલે, રખ્યે કુડા પડતા કોલેરે. આ. ર

રે બંધાણી હું તમારે બોલે, તમે તન મળવાને ઓલેરે. આ. ૩

રે આવો કરો અમારાં કાજ, નિષ્કુળાનંદ તણા રાજરે. આ. ૪

મૂળ પદ

રે આવોને વાલમજી ઓરા, કરો મારા મનોરથ પુરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી