મોહનજી મુખડું તારુરેં, પ્રીતમજી મુજને પ્યારું, ૧/૪

શું કઇ સખી એનેરે કાનો મારી કેડ પડયોછે.ઢાળ.

મોહનજી મુખડું તારુરેં, પ્રીતમજી મુજને પ્યારું,

જોઇ મોઇ રયું મન મારુંરે, સુંદર શોભેછે સારું. ૧

કંકોળેલ કમળ સરખીરે, આંખડલી ઓપે તારી,

હું તો નિરખી હૈયામાં હરખીરે, પ્રેમે ભરી લાગે પ્યારી. ર

ઓપે અધુરે રેખા રાતીરે, દિપે દાંત દાડયમ કળી,

નાસકા નથી કેવાતીરે દિપક સગ્ય સમાન વળી. ૩

રસનાયે રસના ભરીયારે, નૌતમ વચન નંદલાલ,

તેણે મન અમારાં હરીયાંરે, નિષ્કુળાનંદ તણા વાલા. ૪

મૂળ પદ

મોહનજી મુખડું તારુરેં, પ્રીતમજી મુજને પ્યારું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી