સુંદરવર શામ સનેહિરે, મોહનજી મંદિર આવો.૩/૪

સુંદરવર શામ સનેહિરે, મોહનજી મંદિર આવો.

મારા તન મનના તાપ તેહિરે, બહુનામી આવી બુઝાવો. ૧

મારા પ્રીતમ પ્રાણ પ્યારારે, તમ કારણ હું તલખું છું.

અલબેલા આત્મા મારારે, દુર રયે વળી વલખુછું. ર

માટે આંખડલીથી અળગારે, જીવન મારા જાશોમાં.

રેજોવાલમ વાલપ્ય વલગારે, દળગા અમથી થાશોમાં. ૩

એહ માગુંછું અલબેલારે, દેજો દયા આણીને.

વાલા નિષ્કુળાનંદના છેલારે, જન પોતાના જાણીરે. ૪

મૂળ પદ

મોહનજી મુખડું તારુરેં, પ્રીતમજી મુજને પ્યારું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી