અલબેલા આશ તમારીરે, એકછે મારા ઉર વિશે.૪/૪

 અલબેલા આશ તમારીરે, એકછે મારા ઉર વિશે.

મેં તો જોયું મન વિચારીરે, પળ સુખ નાવે તમ પખે.    ૧
તજી તમને જે સુખ ચાશેરે, તેજ દુઃખના ડુંગરીયા.
તેહ ખોટય ખજીને ખાશેરે, ભૂલેલ ભ્રાંતિના ભરીયા.      ર
નથી ઠામ બીજું કોઇ ઠરવારે, તમ વિન્યા ત્રિભોવનમાં.
માટે મોહન તમને વરવારે, નિશ્ચે કર્યું મેં મનમાં.           ૩
તમ મન ધન તમને અર્પીરે, શામળીયાજી સાથ રઉ.
રઉ ચરણે સવેઙ્ગ સમરપીરે, નિષ્કુળાનંદના નાથ કઉ.  ૪
 

મૂળ પદ

મોહનજી મુખડું તારુરેં, પ્રીતમજી મુજને પ્યારું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી