છેટુ રહેવું ગમતું નથી, ભેટું ભરીને બાથ રે એક પળ પ્રભુ મેલું નહિ ૪/૧૦

છેટુ રહેવું ગમતું નથી, ભેટું ભરીને બાથ રે;એક પળ પ્રભુ મેલું નહિ, પ્યારા તમારો સાથ રે... છેટુ૦ ૧
ચિત્તમાં શાંતિ થાય છે વાલા, તમને જ્યારે હું જોવું રે;જોતા જોતા સર્વે મારા, દુઃખડા પળમાં ખોવું રે... છેટુ૦ ૨
છબી તમારી જીવન મારી, સુખ શાંતિની ખાણ રે;સુખના સાગર શ્રીજી મારા, તમે છો જીવન પ્રાણ રે... છેટુ૦ ૩
હાર હૈયાના ચોર ચિત્તના, મારા મનના મોર રે, જ્ઞાન કહે હરિ મનડું તમને, કરે છે મળવા જોર રે... છેટુ૦ ૪ 

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી