ઓપીછેઅતિ અલબેલરે, અંગરખી તો આપીછે.૨/૪

 

ઓપીછેઅતિ અલબેલરે, અંગરખી તો આપીછે. ટેક.
ઓપી રઇછે અંગરખી, બેસતી અતિસે અંગ,
જોઇ મારા જીવમાં આવે ઉરે અતિ ઉમંગરે. અં. ૧
જોયા જેવી જરકસી ઝળમળ કરેછે જોત, ભાળી એવી ભીતરે,
થાય અંતર સુખ ઉદોતરે. અં. ર
ચાલ વિશાળ ચળકે, બઉ શોભે કેશુંને બોર.
નિષ્કુળાનંદ એવી નિરખી, પેરી પ્રિતે ધર્મ કિશોરરે. અ. ૩

મૂળ પદ

શોભીછે સુંદર શામરે, સુંથણલીતો શોભીછે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી