શોધીને શોધીને શોધીયું સત્ય વારતા કેરૂ સારરે.૨/૮

શોધી શોધીને શોધિયું, સત્ય વાર્તા કેરો સાર રે;
	દેહ માનીને દુ:ખનો કહું, કેદી ન આવે પાર રે...શોધી૦ ટેક.
પંચ વિષયશું પ્રીતડી જેની, લાગી રહી એકતાર રે;
	તેને સાચું સમજાવતાં વળી, લાગે લગારેક વાર રે...શોધી૦ ૧
સૂતાં ઊઠી જે સુખના કરે, હીંસોરા હજાર રે;
	તેને વાતો ત્યાગની સુણી, લાગે સોમલખાર રે...શોધી૦ ૨
અમટ ઇચ્છા અંતરે, પિંડ પોષવા છે પ્યાર રે;
	તેનું તાન તજાવતાં લાગે, અંગમાંહી અંગાર રે...શોધી૦ ૩
પ્રતીત નહિ પરલોકની, જેના અંતરમાંહી લગાર રે;
	નિષ્કુળાનંદ એ નરને, કહેવું તે પણ કરી વિચાર રે...શોધી૦ ૪
 

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી