કઇ કઇ ન કઇએ કોયને નથી કોને કયાનું કાજરે.૪/૮

કઇ કઇ ન કઇએ કોયને નથી કોને કયાનું કાજરે.
પારકા દોષ દેખાડતાં થાયે આપણું અકાજરે. કઇ. ૧
ફાટે આભે ન લાગે થીગડી શિદ દિલે કરીયે દાઝરે.
લાગ્યા દાઓ જે ડુંગરે એતો ઓલાયે નહિ આજરે. કઇ. ર
આવે પુર ઉતાવળે સરવે સરિતા સમાજરે.
રઇએ તેને જો રોકવા થાય તન પોતાનું તાજરે. કઇ. ૩
તિર આદિક ગોળો તોપનો તેનો વારવા જાયે વાજરે.
તિયાં જોખમ થાય જીવનું એની સહુ પાડે હા જ રે. કઇ. ૪
એવા વેગમાં હોયે ઉતાવળા અતિ રજ તમને રાજરે.
નિષ્કુળાનંદ ન છેડીએ એને છેડ્યે ખોયે લાજરે. કઇ. પ

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી