જોઇ જોઇ મેં જોયું જીવમાં ત્યાગ વાલો હરિને મનરે.૫/૮

 જોઇ જોઇ મેં જોયું જીવમાં ત્યાગ વાલો હરિને મનરે.

ત્યાગ સારૂ થઇ તપસી વાલો વસે વિશાળા વનરે.જોઇ. ૧
તિયાં ફળ ફૂલ મુનિ ખાય છે કે છે તે પણ કોઇક દનરે.
શિત વૃષા સઇ શરીરમાં કરે પ્રભુને પ્રસન્નરે.          જોઇ. ર
શ્વેત દ્વિપમાંહિ મેં સાંભળ્યું મુક્ત મંડળ છે નિરન્નરે.
એક પગે ઉભા રઇ કરે કૃષ્નનું સ્તવનરે.                જોઇ. ૩
કુશ અંગે ચાવી કાળને કરે તપ આકરું તનરે.
ઉચે સ્વરે ઉતાવળા ભાવે ભજે છે ભગવન્ રે.        જોઇ.૪
વણ તપે ન બળે વાસના મર કરીયે કોટી જતનરે.
નિષ્કુળાનંદ ન ભુલીયે આવા વાલ્યપનાં વચનરે.  જોઇ. પ

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી