આવોને હરિ હાથ લંબાવો, શા સારૂ લલચાવો રે મૂર્તિ તમારી પ્રાણ છે મારે ૫/૧૦

 

આવોને હરિ હાથ લંબાવો, શા સારૂ લલચાવો રે;
મૂર્તિ તમારી પ્રાણ છે મારે, આવોને ઓરા આવો રે.. આવોને૦ ૧
સુખનો દરિયો શ્યામ તમે છો, શાંતિ છો અતિ સાર રે;
તમારામાં હેત હોય તેને, વળે ટાઢ્યપ અપાર રે.. આવોને૦ ૨
એવા મારા બાપ બાલુડા, કાલુડા શ્રી ઘનશ્યામ રે;
હૈયું હિંચકો હિંચકો હરિ, હિંચકાવું સુખધામ રે.. આવોને૦ ૩
જ્ઞાનજીવન કહે મૂર્તિ મીઠી, નથી મુકીને જવાતું રે, 
પ્રેમે પાગલ થયો તમારા, નથી વિયોગે રે'વાતુ રે.. આવોને૦ ૪

મૂળ પદ

દાદાને દરબાર પોઢ્યા છે વાલો

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
1