ખરિ ખરિ કહું ખોટી નહિ વાત પુરાણે પરમાણરે, ૭/૮

ખરિ ખરિ કહું ખોટી નહિ વાત પુરાણે પરમાણરે,મોર્ય મોટે મોટે ત્યાગિયું તે તો નોતા કાંય અજાણરે.  ખરિ. ૧
પ્રિયવૃત સમરથ પેખીયે તે પણ સમજીને સુજાણરે,રાજ સાજને પરહરિ રાખ્યાં તપ પરાયણ પ્રાણરે.  ખરિ. ર
ગોપીચંદને ભુપ ભરથરી બાજંદાદિ રાજા જાણરે,તે તો રાચ્યા ત્યાગમાં મેલી તન સુખની તાણરે.  ખરિ. ૩
કંઇ ઋષિ ખુશી તપ ત્યાગમાં માની મહા સુખ મેરાણરે,તે તજી ન શકે ત્યાગને ગ્રહિ ટેક નિશ્ચે નિર્વાણરે.  ખરિ. ૪
એ વાયક દાયક દુ:ખના ત્યારે સુખના શ્યા એધાંણરે,નિષ્કુળાનંદ કે નોરની પણ ચોરને હોય હાણરે.  ખરિ. પ

મૂળ પદ

મનની વાતું મનમાં રઇ ગઇ રઇરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી