ઢળીયા ઢળીયા આજ મારા દાવ, ૪/૪

ઢળીયા ઢળીયા આજ મારા દાવ,
પાતળિયોજી પ્રેમેશું પધારીયાહો. મારા સેણ,
મળીયા મળીયા મનોહર માવ,
નવલા ને નેહ વાલમે વધારિયા હો. મારા. ૧
લીધી લીધી અમારી સંભાળ્ય,
વિસારયાં નહિ જો વાલમ અમનેહો. મારા.
કિધી કિધી દયા જો દયાળ,
ઓશિગળ થાઉં શું દઇ તમનેહો. મારા. ર
રયુ રયુ રણ મુજ માથ,
તમારા ગુણલાનું તો ઘણું ઘણું હો. મારા.
કહું કહું જોડીને જો હાથ,
અસામૃથપણું જોઇ અમતણું હો. મારા. ૩
રાખો રાખો રંગ મારો છેક,
આજ તો વાળ્યો છે આડો આંકનેહો. મારા.
ભાંખ્યો ભાંખ્યો નિષ્કુળાનંદે નેક,
ગુણના ગ્રાહક ન જોયા વાંકને હો. મારા. ૪

મૂળ પદ

આવ્‍યા આવ્‍યા અલબેલો વર આજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી