મૂર્તિ તમારી, મિરાત્ય છે મારીરે ખરીવેલે, માહેરે ભેળે, રોજી ૨/૮

મુરતિ તમારી, મિરાત્ય છે મારી, રે ખરીવેલે, માહેરે ભેળે, રોજી. ૧
જામા જરકસી, કમરને કસિ, રે રૂડી પાગ્યે, નેણુંની આગ્યે, રોજી. ર
ફૂલડાની માળા, પેરી મરમાળા, રે બાજુ બાંયે, એવા ઉરમાંયે, રોજી. ૩
નિષ્કુળાનંદ, પામે આનંદ, રે એવા નિરખી, હૈયામાં હરખી, રોજી. ૪

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી