સહજાનંદ સિંધુ રે આજ મારે ઊલટયા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે ૧/૪

સહજાનંદ સિંધુ રે આજ મારે ઊલટયા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે;
			કંગાલનેપણું રે બાઈ મારું કાઢિયું રે,
			દૂર કીધું દારીદર ને દુ:ખ...સહ૦ ૧
આનંદની લેરું રે એમાં અતિ ઘણી રે, મરજીવા કરે છે માંયે મોજ;
			મૂઠડીને ભરી રે જેણે મુક્તાફળની રે,
			ભાંગી બેઠા જન્મ મરણ ભોજ...સહ૦ ૨
નવ નિધિની રે નથી મારે વંછના રે, સિદ્ધિ તે સામું શીદ હવે જોય;
			સર્વેનું કારણ રે મળિયા ચિંતામણિ રે,
			હવે જે જે ચિંતવીએ તે હોય...સહ૦ ૩
અનાથ અભાગી રે બાઈ જો અમે નહિ રે, અમે છૈયે સભાગિયા શાહુકાર;
			રંક ટાળીને રે કીધાં અમને રાજવી રે,
			દીન ટાળી કીધા છે જો દાતાર...સહ૦ ૪
માલ અતોલ રે બાઈ અમ પાસળે રે, તેણે હું તો મગન રહી મનમાંય;
			નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે,
			સઈ કહ્યે સુખ તણી જો સીમાય...સહ૦ ૫
 

મૂળ પદ

સહજાનંદ સિંધુ રે આજ મારે ઊલટયા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
1