સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે, ઊલટિયા આજ ન રાખી ઓછ ૨/૪

સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણા રે, ઊલટિયા આજ ન રાખી ઓછ;
			નિહાલ જો કીધાં રે કંઈક કંગાળને રે,
			આપી આપી અધમ જનને જો મોછ...સહ૦ ૧
જેહી નર પાસે રે નોતિ એક નાસરી રે, જેમ તેમ કરીને ભરતા જો પેટ;
			ભૂખ તેની ભાંગી રે લાગી હૂંડી હાલવા રે,
			થયા થયા સુખી સભાગિયા શેઠ...સહ૦ ૨
કણકણ કાજે રે જે જણજણ જાચતા રે, રેતા રેતા આઠે પોર જે આધેન;
			તેને લઈ સોંપી રે સદાવ્રત સુખડી રે,
			ભાંગી ભાંગી ભૂખ થયું સુખ ચેન...સહ૦ ૩
પરિશ્રમ વિના રે પારસમણિ મળી રે, રળી રળી વળી ન મળે જે મૂલ્ય;
			ઢળી ઢળી વળી રે લેર્ય સુખ વારની રે,
			ટળી ટળી ભીખ બુદ્ધિની જે ભૂલ્ય...સહ૦ ૪
ઉદધિ ઊલટે રે નિધિ નવ માંય છે રે, થાયે છે સેવતાં ઘણું જો સુખ;
			નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે,
			મહિમા તે મોટો ન કહેવાય મુખ...સહ૦ ૫
 

મૂળ પદ

સહજાનંદ સિંધુ રે આજ મારે ઊલટયા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0