સહજાનંદ સિંધુ રે સખી સદા સેવીએ રે, જો સુખ ઇચ્છીએ મનમાંય ૩/૪

સહજાનંદ સિંધુ રે સખી સદા સેવીએ રે, જો સુખ ઇચ્છીએ મનમાંય;
			ડગમગ કરી રે દલ ન ડોલાવીએ રે,
			જેણે કરી જીત્યો અવસર જાય...સહ૦ ૧
અવસર આવો રે અવર આવે નહીં રે, જેમાં કાંયે મળિયા સુંદર શ્યામ;
			એવાને મૂકીને રે અન્ય ન આરાધીએ રે,
			જેણે કરી જીવીત થાયે હરામ...સહ૦ ૨
સુપના સરીખાં રે સુખ આ સંસારનાં રે, પશુ વિના બીજો ન કરે પરતીત;
			વણસીને જાતા રે વાર જો લાગે નહીં રે,
			દેહ ગેહ દારાદિક સુત વિત્ત...સહ૦ ૩
ઇછયું તે ન આવે રે, હાથ છે હરિતણે રે, આપ્યા વિના લેવાય નહીં તે લેશ;
			પરિશ્રમ કરી રે જાયે કોયે પામવા રે,
			કરે ઊપજાવી ઊલટો કલેશ...સહ૦ ૪
અન્ય જો ભરોસો રે અંતરથી ઉવેખીએ રે, દેખીએ કાંઈ દલમાં કરી વિચાર;
			નિષ્કુળાનંદ રે સખી તે સભાગણી રે,
			જેને ઉપર પ્રસન્ન પ્રાણઆધાર...સહ૦ ૫
 

મૂળ પદ

સહજાનંદ સિંધુ રે આજ મારે ઊલટયા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી