જુઓ વિચારી આ સોબત સારી, એકાએકી ચાલ્યા ઊઠીજી... 1/4

 જુઓ વિચારી આ સોબત સારી, એકાએકી ચાલ્યા ઊઠીજી...ટેક.
	કોઈક આજ ને કોઈક કાલ, આંહીં રહ્યાની વાત જૂઠીજી...જુઓ૦ ૧
નાનાં ને મોટાં નજરે નીરખતાં, ગયા આપણા ગોઠીજી...જુઓ૦ ૨
	દિન દિન પ્રત્યે અંગ રંગ પલટે, શ્વેત વાળ કાળા કોઠીજી...જુઓ૦ ૩
કર્મ વિકર્મ કર્યા જેણે જેવાં, તેવી પલાણી ચાલ્યા પોઠીજી...જુઓ૦ ૪
	નિષ્કુળાનંદ કહે ભજી લે ગોવિંદ, તું જીત્યો હારી જા મા મુઠીજી...જુઓ૦ ૫
 

મૂળ પદ

જુઓ વિચારી આ સોબત સારી, એકાએકી ચાલ્યા ઊઠીજી...

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી