કાળ વિકરાળ વેરી શિર ગાજે, ચેતો ચેતો નર નારીજી, ૨/૪

:

 કાળ વિકરાળ વેરી શિર ગાજે, ચેતો ચેતો નરનારીજી...ટેક.
	જે કોઈ જાયું તે જાશે જરૂર, જુઓને મનમાં વિચારીજી...કાળ૦ ૧
દેવ દાનવ માનવ ને મુનિ, રહે નહીં તનધારીજી...કાળ૦ ૨
	કોઈક જીતી જાશે આ જગમાં, કોઈક જાશે મૂડી હારીજી...કાળ૦ ૩
કેડા મોર્યે રહ્યું નહીં કોઈ, સહુ સંત કહે પોકારીજી...કાળ૦ ૪
	નિષ્કુળાનંદ કહે ભજી લે ગોવિંદ, માની શિખામણ મારીજી...કાળ૦ ૫
 

મૂળ પદ

જુવો વિચારી આ સોબત સારી, એકાએકી ચાલ્‍યા ઉઠીજી,

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી