પરદેશી છે આ પ્રાણી પરોણલો, તે રૈ રૈ ને કેટલુંક રેશેજી૪/૪

 પરદેશી છે આ પ્રાણી પરોણલો, તે રહી રહી કેટલુંક રહેશેજી...ટેક.
	ચાલું ચાલું નિત્ય ચિત્ત ચિંતવે છે, ચાલી અચાનક દેશેજી...પર૦ ૧
મારું મારું કરી મમતે મરે છે, ચાલતા શું શું એ લેશેજી...પર૦ ૨
	માયા મોહમાં મતિ ભરમાણી, ઉપદેશ અંતરે ન પેસેજી...પર૦ ૩
જાતી વેળા કે’શે કાંઈ ન માણ્યો, કેડે કાંણિયા એમ કે’શેજી...પર૦ ૪
	નિષ્કુળાનંદ કહે ભજી લે ગોવિંદ, આ વાત હૈયામાં જો બેસેજી...પર૦ ૫
 

મૂળ પદ

જુવો વિચારી આ સોબત સારી, એકાએકી ચાલ્‍યા ઉઠીજી,

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0