શામળાને કોયે સંભળાવો, કેમ બાંધ્યો અમથી દાવો, શામળા૧/૪

રાગ સારંગ

બેદરદિ મેરા પિયરા બિના દસ એ ઢાળ

શામળાને કોયે સંભળાવો, કેમ બાંધ્યો અમથી દાવો, શામળા. ટેક.

શામળાને સઉ સામાન્ય, રાખ્યા જોયે જનને નેદાન,

કેમ કર્યો અમારો અભાવો. શામળા. ૧

એવું કઠણ હૈયું કેમ કીધું, પાછું દરશન પણ નવ દિધું,

કેમ કરશું અમે નિભાવો. શામળા. ર

અમને વિસાર્યા વાલા તમે, કહો કેમ કરીયે હવે અમે,

એવાં નેક તો નહિ વિસરાવો. શામળા. ૩

નિષ્કુળાનંદના નાથને, કેજો જોડી જઇ હાથને,

હવે દયા દિલમાંહિ લાવો. શામળા. ૪

મૂળ પદ

શામળાને કોયે સંભળાવો, કેમ બાંઘ્‍યો અમથી દાવો, શામળા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી